Skip to content

પુસ્તક વિશે

જૂન ૨૦૧૫માં મારું પ્રથમ પુસ્તક ‘બાળક એક ગીત’ રીડજેટ પબ્લીકેશન દ્વારા પબ્લિશ થયું. ‘બાળક એક ગીત’ પુસ્તક એ એક સગર્ભા માતાએ ગર્ભના બાળક સાથે કરેલી વાતો છે, સંવાદ છે.

Balak Ek Geet

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

નવેમ્બર ૨૦૨૨ મારું બીજુ પુસ્તક પ્રકાશિત થયુ, જે મારી અછાંદસ કવિતાઓનું ઈ-પુસ્તક છે. ‘શબ્દસારથિ’ તમે ઍમેઝોન પરથી ખરીદી શકશો.


 

વાચકો શું કહે છે ‘બાળક એક ગીત’ માટે

મયુરિકા લેઉવા બેંકર, ભરુચ

પુસ્તક વાંચતાં વાંચતાં મને મારા સગર્ભાવસ્થાના દિવસો યાદ આવી ગયા.

મયુરિકા લેઉવા બેંકર, ભરુચ

અતિત ઠાકર, યુ.એસ.એ

હિરલ, ગયા વિકેન્ડ માં મને તારી બુક મળી. આજે વાંચવા બેઠો અને એક જ બેઠક માં વાંચવી ગમે એવી બુક છે. ખૂબ સુંદર લેખન શૈલી છે. દરેક ચેપ્ટર બાળક સાથે નો સંવાદ છે પણ તું જાણે વાંચક જોડે વાત કરતી હોય એવું લાગે છે એટલે વાંચવા ની બહુ મજા આવી. મને પોતાનો વાર્તા નો અનુભવ- કદાચ બીજા વાચકો ના સમજી શકે- વાંચતી વખતે ઘણા પ્રસંગો આપણે સાથે ઉજવ્યા છે, અનુભવ્યા છે એટલે મને વાંચવા ની વધારે મજા આવી. વાર્તા માં અભિનય ભાઈ ની વાત કે માસા, માસી, નીશીત ની વાત, શિવરંજની પાસે ના ઘર ની વાત. બધી યાદો તાજી થઇ ગઇ. ખૂબ સુંદર પુસ્તક બદલ અભિનંદન. જીવન ના નવા પ્રોજેક્ટ્સ માટે ઓલ ધ બેસ્ટ!!

અતિત ઠાકર, યુ.એસ.એ

નિક્કી ધવલ રાવલ

હિરલદીદી જેટલી વાર વાંચીએને એટલી વાર બાળપણ ફરી જીવવા મળે.

નિક્કી ધવલ રાવલ, અમદાવાદ

હેમલ વખારિયા

તારા પુસ્તક સાથે વાંચવાની પળો યાત્રશીલ બની અને સંવાદો સન્મુખ ! ખુબ જતનથી અને સ્વીચારોના અલૌકિક યોગથી લખાયેલું પુસ્તક જૈત્ર માટે માતા તરફથી અપાતી અનોખી ભેટ છે. મોટો થશે ત્યારે એ વાંચીને ભાવવિભોર થઇ જશે.

હેમલ વખારિયા, યુ.એસ.એ

દર્શના વ્યાસ

Hiral it was really touchy book

દર્શના વ્યાસ, ભરુચ

શીતલ ગઢવી

તમારું ‘બાળક એક ગીત’ પુસ્તક વાંચ્યું. ખૂબ જ સંવેદનશીલ છે. મને મારો સમય યાદ આવી ગયો. જ્યારે હું પ્રથમવાર મા બનવાની હતી. આવા જ સંવાદ મેંય મારા બાળક સાથે અમુક અંશે કર્યા હતા

શીતલ ગઢવી, અમદાવાદ

error: Content is protected !!