દિકરા જૈત્ર,
આજનો દિવસ એટલે અમારા માટે યાદગાર દિવસ, તારો જન્મદિવસ!
કહેવાય છે કે સ્ત્રી મા બને તો સંપૂર્ણ બને છે પણ મારા માટે એવું નથી. હું તો દિવસે દિવસે તારી પાસેથી શીખું છું અને પૂર્ણ બનવાની કોશિશ કરુ છું. તારા માટે ગમે ત્યારે તને ગમે તે જમવાનું બનાવી આપવાનુ એ મારા માટે અગ્નિપરીક્ષાથી કંઇ કમ નથી.
તને કંઇ પણ કરાવવું હોય તો આ તો તારું ‘ફેવરીટ’ છે એમ કહી ને જાત જાત ના પેંતરા રચવા પડે છે. અને સાચુ કહું તો આમા તારી સાથે સાથે મારો પણ વિકાસ થાય છે. તેં મને ‘વુમન’માંથી ‘સુપરવુમન’ બનાવી છે. મને તેં ‘સ્ટ્રોંગ’ બનાવી છે. તને મુસીબતોથી દૂર રાખવા એ મુસીબતો સાથે હું ઝઝુમુ છું. હું તારી સાથેની દરેક ક્ષણને ઉજવું છું અને ક્યારેક થાકી જઉ છું ત્યારે ‘મમ્મી તું ચિંતા ના કરીશ હું છું ને’ એવું સાંભળીને ફરી બમણા ઉત્સાહથી તારી સાથે જોડાઇ જાઉ છું.
બસ કાલથી તારી અડધી ટિકિટ લેવાની!
તને મારા આશિર્વાદ કે તું જીવનમાં દરેક ઉંચાઇને પામે અને છતાંય અભિમાન વગર સૌની સાથે જીવી શકે!
તને બહુ વ્હાલ કરતી
તારી મમ્મી.
Be First to Comment