દિકરા જૈત્ર,
બસ હવે ચાર દિવસ પછી તારી જીંદગીનો નવો પડાવ શરુ થઇ રહ્યો છે. જ્ઞાનની ગંગામાં ડૂબકી મારવાનો અને જ્ઞાનથી તરબતર થઇ જવાનો. તારે સ્કૂલના પગથિયાં ચડતાં-ચડતાં જીઁદગીના એક-એક પગથિયા ચડવાના છે અને એમ ચડતાં-ચડતાં લપસી જવાય કે પડી પણ જવાય તો તને પકડવા અમે તો છીએ જ.
હમણાં જ મેઁ એક advertisement જોઇ હતી જેમાં કહે છે કે શીખવા પર ભાર આપો માર્ક લાવવા પર નહિ. કેટલી સાચી વાત છે. કદાચ સારા માર્ક આવી જાય પણ શીખેલું જીંદગીમાં અમલમાં ન મૂકી શકીએ તો એ વ્યર્થ છે. ભણવાનું / શીખવાનું સફળ/સારી જીંદગી માટે છે માત્ર પૈસા કમાવવા માટે કે સારી નોકરી માટે નહિ.
શીખેલું ક્યારેય નકામું જતુ નથી. ક્યારેક ને ક્યારેક કોઇ રીતે તો ઉપયોગી થાય જ છે. તારી નાની હથેળી જે અત્યારે પેન્સિલ પકડે છે તે મોટા થઇને કોઇનો મદદ માટે હાથ પકડે તો એ પેન્સિલ પકડેલી સાર્થક છે.
મને ગીતાબા હ્ંમેશાં કહેતા કે તમારી પાસે બહુ જ પૈસા હોય તો તે કોઇ ચોરી જાય પણ જ્ઞાન હોય તો તે કોઇ ચોરી શકતું નથી. બુધ્ધિ અને ધન વાપરવાથી વધે છે એટલે તું જે શીખે તે ક્યારેય કોઇને શીખવાડીશ તો તારુ જ્ઞાન વધશે જ એમાં બે મત નથી.
તારી જે ફિંગરપ્રિંન્ટ ઘરના ફર્નિચર પર, ટેબલ પર કે એમ પડતી’તી એ હવે પેન્સિલ પર પડશે અને કદાચ બની શકે એ ઇતિહાસના પાના પર પણ લખાઇ શકે!
તારું ભણતર તને હંમેશાં ભાર વગરનું લાગે. તને જેવી મઝા રમવામાં આવે છે એવી જ મઝા ભણવામાં પણ આવે તેવી આશા!
All the very best દિકરા!
લિ.
તને બહુ વ્હાલ કરતી તારી મમ્મી
Wonderful Write-Up! I can see all of your emotions getting reflected in the whole article, loved the way you put these thoughts in Gujarati 🙂
Loved it!
Bhuja sarasa.
Very appropriate for today’s times where more than learning stress is put on marks.