દિકરા જૈત્ર,
તારી સ્કુલ ચાલુ થયે ૧૫ દિવસ થઇ ગયા છે. અને હવે તું રડ્યા વગર સ્કુલે જાય છે. શરુવાતના દિવસો તારે માટે અને મારે માટે પણ બહુ અઘરા હતા. તું ક્લાસમાં બેઠો-બેઠો રડતો હોઇશ કે ચૂપ થઇ ગયો હોઇશ એ જ વિચાર મને બહાર બેઠા-બેઠા આવતો.
તને તો એમ જ છે કે મમ્મી તારી સ્કુલ બસ પાર્ક થાય છે ત્યાંજ બેઠી હોય છે. અને તને લેવા આવી જાય છે. તને મારી પર કેટલો ભરોસો છે! પણ સાચુ કહું તો તું જ મારુ આત્મબળ છે. તને સ્ટ્રોંગ બનાવવા માટે મારે થોડું વધારે સ્ટ્રોંગ બનવું પડે છે. તારી સ્કુલ ચાલુ થઇ એમાં મને એવું લાગે છે કે મારી સ્કુલ ફરી ચાલુ થઇ છે. સ્કુલબેગ ગોઠવવાની, હોમવર્ક કરવાનું, લંન્ચબોક્સ અને વોટરબોટલ લઇ જવાની. સૌથી મઝાની વાત લંન્ચબોક્સ માં “I love you jaitu” લખેલી ચિઠઠી મુકવાની! તને આલ્ફાબેટ આવડે છે પણ જ્યારે એમાં ‘H’ જુએ છે એટલે મામાનો H અને ‘A’ જુએ તો પપ્પાનો A બોલે છે. ગમે ત્યાં તું સ્ટેનડીંઅગ લાઇન અને સ્લીપીંગ લાઇન કરવા લાગે છે.
બસ, તને સ્કુલમાં બહુ મઝા આવે ને તારા સ્કુલના દિવસો યાદગાર બની રહે તેવી શુભેચ્છાઓ!
તને બહુ વ્હાલ કરતી
તારી મમ્મી.
Be First to Comment