જિંદગી ક્યાંક આડા હાથે મૂકાઈ ગઈ છે. રસોડાની ગોઠવણ કરતાં-કરતાં કે પછી કપડાની ગડીઓની વચ્ચે ખોવાઈ ગઈ છે. સવારનું એર્લામ જાણે કહે છે કે જાગી જા હજી બહુ મોડુ નથી થયું. પણ પાછું સ્નુઝ બટન કોઈ કારણોસર દબાઈ જાય છે.
દર વર્ષે મિણબત્તીની સંખ્યા વધે છે પણ એને ઓલવવાનો શ્વાસ ઘટે છે. ને ત્યારે લાગે છે ક્યાંક બહુ મોડુ ન પડાય. શું મેળવવું છે એની તો હજી ખબર જ નથી કદાચ એ શોધતાં-શોધતાં જ ક્યાંક ખોવાઈ જઈશ એવું લાગે છે.
દિવસ ઊગે છે ને આથમે છે પણ દિવસના અંતે સંતોષ ક્યાંક ગાયબ છે. આત્મસંતોષ એ બહુ મહત્વનો છે ને એ જ મિસિંગ છે.
ચલો ટ્રાય કરું આ વર્ષે કંઈ નવું થાય.
Vaah…. khub saras
સુંદર અભિવ્યક્તિ… સ્વને ઓળખવાની મથામણનું નામ જ કદાચ જિંદગી છે.
Very nice
..