Skip to content

Month: May 2018

બરફનું ચોસલું

૧. બરફનું આ ચોસલું આપણા સંબંધ જેવું સાવ ઠરી ગયેલું, થીજી ગયેલું! ૨. આપણો સંબંધ બરફના ચોસલા જેવો ઠંડક આપતો. ૩. હું ઓગળતી રહું તારામાં બરફના ચોસલાની જેમ! ૪. ઓળગતું બરફનું ચોસલું ધીમે-ધીમે ઓગળતી જિંદગી. ૫. બરફના ચોસલાની જેમ થીજી ગયેલી તારા વગરની સાંજ. ૬. બરફનું ચોસલું બની ગયેલી લાગણી…

વેકેશન

મમ્મી-પપ્પા જે નાનપણથી આપણને શીખવાડે જુઠ્ઠુ બોલવું નહિ એ બહુ સિફતતાથી જુઠ્ઠુ બોલે, પકડી પણ શકીએ નહિ એવી રીતે. ફોન પર એટલા નોર્મલ ટોનમાં વાત કરે કે ખબર જ ન પડે કંઈ થયું છે કે નહિ. દર વર્ષે વેકેશનની નાના છોકરાની જેમ જ રાહ જોવે દીકરી આવે ને દોહિત્રો /…

error: Content is protected !!