મમ્મી-પપ્પા જે નાનપણથી આપણને શીખવાડે જુઠ્ઠુ બોલવું નહિ
એ બહુ સિફતતાથી જુઠ્ઠુ બોલે, પકડી પણ શકીએ નહિ એવી રીતે.
ફોન પર એટલા નોર્મલ ટોનમાં વાત કરે
કે ખબર જ ન પડે કંઈ થયું છે કે નહિ.
દર વર્ષે વેકેશનની નાના છોકરાની જેમ જ રાહ જોવે
દીકરી આવે ને દોહિત્રો / દોહિત્રી સાથે એટલે જ તો!
દર વર્ષે દીકરી આવે, તો’ય
બે-પાંચ વર્ષે આવતા એન.આર.આઈ જેટલો ઉમળકો.
એક નવું જ ભાવતી વાનગીઓનું લીસ્ટ બને
ક્યાં-ક્યાં જવાનું એનું પ્લાનીંગ વેલ એડવાન્સમાં થાય.
આડોશ-પાડોશમાં કહી દે, દીકરી આવશે અઠવાડિયું રહેવા વેકેશનમાં.
એમ કરીને પોતાને જ યાદ કરાવતાં રહે, દીકરી આવશે અઠવાડિયું જ રહેવા.
“દીકરીને ખાલી હાથે ના મોકલાય” એમ કહી ને
અપાય એટલું આપે રાખ્યે
કેટલાય સ્મરણોનું પોટલું વાળીને
પોતાની પાસે રાખે,
ને આખ્ખું વર્ષ એ પોટલાને ફંફોસે રાખે.
દીકરી કન્ફૂઝ થઈ જાય
કે મારું સાચું ઘર કયું?
દર વખતે પાછા જતાં
પહેલ્લી વાર સાસરે જતી હોય એવું લાગે.
પછી પગફેરો કરવા આવે છેક આવતા વર્ષે વેકેશનામાં.
Ekdum saras ane sachu.
Awesome
Sachi vaat😪
Very true and touchy 😊