બ્રાઉની અને આઈસ્ક્રીમ સાથે સાથે હોય છે. બન્નેની પ્રકૃતિ જુદી-જુદી છે છતાં. બ્રાઉની અને આઈસ્ક્રીમ એકબીજામાં ઓગળી જાય છે અને એક સરસ સ્વાદ મળે છે. બન્ને અલગ-અલગ ખાઓ કે સાથે બન્નેની પોતીકી મજા છે.
જીવનમાં પણ એવું જ છે…બે જુદી-જુદી પ્રકૃતિની વ્યક્તિઓ સાથે રહે છે, બન્ને વચ્ચે સાયુજ્ય બને છે, બન્ને એકબીજામાં પોતાના અસ્તિત્વને ઓગાળે છે અને એક સરસ જીવન બને છે. એકમેકમાં ઓગળવા છતાં પોતપોતાના સ્વભાવ, ગુણથી એકબીજાથી અલગ પોતાની આગવી ઓળખ બનાવી શકે છે.
આ વાત કોઈ પણ સંબંધમાં અગત્યની છે!
Be First to Comment