૧.ચોમાસાની રાહ જોઈને
વરસાદ બની ગઈ
એક ખેડૂતની આંખો.
૨. મેં વાંચી એની આંખો
ને ‘ગીતા’ વાંચવાની
પડતી મૂકી!
૩. એણે આંખો પર
કાળા ચશ્મા લગાવ્યા
ને ગમતું અંધારું
એને વળગી પડ્યું.
૪. વરસાદ આવ્યો
ને ચાતક બનેલી આંખો
શોધવા લાગી કોઈને.
૫. પણીમાં મુકેલી
કાગળની હોડી
ને તરવા લાગ્યું
આંખ સામેથી
આખું બાળપણ.
Wonderful creation!
Beautiful