“જન્મદિવસ પર કેક કાપતાં-કાપતાં
જિંદગીનું એક વર્ષ કપાય છે
પ્રત્યેક વર્ષ મીણબત્તીની સંખ્યા વધે છે
ને તેને ઓલવવા જેટલો શ્વાસ ઘટે છે.”
નાની હતી ત્યારથી હંમેશાં ગમતું કે મને ચળકતા રેપરમાં પેક થયેલી કોઈ ભેટ જન્મદિવસ પર મળે. હવે સમજાય છે કે દરરોજ જોવા મળતો સૂર્યોદય મહામૂલી ભેટ છે. પહેલાં ગમતી વર્ષગાંઠ હવે ઓછી ગમવા લાગી છે. કારણકે પહેલાં જલદી જલદી મોટા થવું હતું પણ હવે વધારે મોટા નથી થવું. સ્નોફોલ પછીની જમીનની સફેદી હવે માથા સુધી પહોંચી ગઈ છે. ક્યાંય પહોંચવું નથી ને તોય ચાલવાનું છે.
બસ, આ સફરમાં મારા શબ્દો મારો હાથ પકડી રાખે એટલી જ ઇચ્છ!
May your journey be more meaningful with every passing year. May God bless you with eternal gift of more wonderful words!
Wishing you a very happy birthday and a great year ahead! 😘🍰💐