હમણાં નજીકના ભૂતકાળમાં જ મારે ઓલ ઈન્ડિયા રેડિયોમાં રેકોર્ડિંગ કરવા જવાનું થયું. મને જેમણે રેફર્ન્સ આપેલો એમણે કહેલું કે શશીભાઈ બહુ સારા માણસ છે. કદાચ રેકોર્ડિંગમાં કોઈ ભૂલ થશે તો પણ ફરી કરાવી લેશે. એટલે રેકોર્ડિંગ કરતાં ગભરાતાં નહીં.
સાચુ કહું તો આવી જગ્યા જવાનું હતું એ વાતથી જ જરા ગભરાઈ ગયેલી અને એમાં વળી શશી નામ સાંભળીને આંખ સામે શશી થરુરનો ચહેરો દેખાવા લાગેલો. હું ઓલ ઈન્ડિયા રેડિયોમાં શશીભાઈને મળી, રેકોર્ડિંગ પણ કર્યું. ત્યાં મળ્યા પછી ખબર પડી કે શશીભાઈનું પુરું નામ શશીકાન્તભાઈ છે. મારી આંખ સામે મારા દાદાનો ચહેરો આવી ગયો.
શેક્સપિયરે ભલે કહ્યું હોય ‘વૉટ ઈસ ધેર ઈન ધ નેમ’ પણ નામ ચોક્ક્સ આપણા જીવનમાં ભાગ ભજવે છે.
Be First to Comment