અક્ષરનાદ પર શરુ કરેલી મારી પુસ્તક સમીક્ષાની કૉલમ ‘પરિભ્રમણ’ અંતર્ગત મેં પુસ્તકોની સમીક્ષા કરી હતી. હવે હું મારી વેબસાઈટ પર પુસ્તકોની સમીક્ષા ‘હ્રદય સમીપે’ કૉલમ હેઠળ લખીશ.
કદાચ તમને એમ થાય કે પુસ્તક સમીક્ષાની કૉલમનું નામ આવું કેમ? તો આ રહ્યો એનો જવાબ – પુસ્તક વાંચતા-વાંચતા છાતી પર પુસ્તક મૂકીને પુસ્તકના વિશ્વમાં ખોવાઈ જવાની એક અલગ જ મજા છે. ક્યારેક વાચક છાતી પર પુસ્તક મૂકીને સ્વપ્નોની દુનિયામાં પણ પહોંચી જાય છે. અને એટલે જ મેં અહીં મારી કૉલમનું નામ ‘હ્રદય સમીપે’ રાખ્યુ છે.
જેમ ઘર બદલીએ તો સરનામું જ બદલાય ઘરના માણસો નહીં એમ જ અહીં કોલમનું નામ સરનામું જ બદલ્યું છે એનું ફોરમૅટ એ જ છે.
આશા છે આપ સૌને ગમશે!
Very nice
કૉલમ નુ ખુબ યોગ્ય નામ રાખ્યુ છે…