૧. કૂણો તડકો કવિતા સ્મિતની કરતો સાથે! ૨. સાંજ પડતી સૂર્ય શોધવા જાય નવી સવાર! ૩. ટહુક્યા કરે મારા આભમાં, પંખી તારી યાદનું! ૪. ઉગે કવિતા શબ્દમૂળ ઊતરે ઊંડે અંદર! ૫. પાંદડાં તો’યે ઝાડ એકલુંઃ ઊભું ટ્ટ્ટાર! ૬. પારિજાતમાં ખરતી લાગે જાત સુવાસ મૂકી!
એક કવયિત્રી