સુઘડ લેંઘો-ઝભ્ભો, ઓળેલા પણ સાવ સફેદ વાળ, પાતળી પડી ગયેલી કરચયાળી ગોરી ચામડી, ગોલ્ડન ફ્રેમના ચશ્મા ને હાથમાં છાપું. દરરોજના નિત્યક્રમ પ્રમાણે હિંચકે ગોઠવાયા ને પપ્પાએ બૂમ પાડી… “સવિતા, ચા બની ગઈ?” હું ચા લઈને આવી તો પપ્પા છોભીલા પડી ગયા. “સવિતા તો..” શબ્દો ગળામાં ડૂમો બનીને અટકી ગયા. સવાર…
એક કવયિત્રી