‘પાણી..ના… પાઉ…ચ લેવાના…’, સ્ટેશન પર ગાડી આવતાંની સાથે જ એક તીણો સ્વર પ્લેટફોર્મ પર રેલાયો. માણસોની ભીડને ચીરતો એ બારીએ બારીએ ફરવા લાગ્યો. એ ફરતો હોય ત્યારે એની ઝડપ ટ્રેનની ઝડપ કરતાં પણ વધારે લાગતી. જે બે-ચાર પાઉચ વધારે વેચાયાં તે! “એ..ય.. પાણીના પાઉચવાળા. એક પાઉચ આપને.”, અવાજની દિશામાં પાઉચ…
એક કવયિત્રી