Skip to content

Tag: વાસંતીફૂલ

મોહ

“સંધ્યાકાળે આવી જજો. તમારું કામ થઈ જશે.”, સવારે ગુરુજીએ આટલું કહીને ફોન મૂકી દીધો હતો. બસ ત્યારથી ગભરામણ થતી હતી. અનાયાસે ઊપર જોઈને હાથ જોડાઈ જતા હતાં. હવે જે પ્રશ્નનો જવાબ છેલ્લા દસ વર્ષથી શોધતો હતો તે મળી જશે એવી આશા બંધાઈ હતી. ******************************************************************************************** “હવે સારા સમાચાર ક્યારે આપો છો?”,…

પોત

“સા..ડીઈઈઈ….આપવાની….જૂની સાડી આપવાની…ઝરીવાળી…સોના ચાંદીના તારવાળી..સાડી આપવાની….”, એક લાંબો લહેકો પોળમાં પડઘાયો. બપોરની શાંતિમાં રાધાએ એની બૂમનું થીગડું માર્યું. પોળમાં એક-બે કૂતરાં વચ્ચોવચ આડા પડ્યાં હતા તે જાણીતો ચહેરો જોઈ પાછા આંખ મીંચી સૂઈ ગયાં. તડકો ખસ્સો હતો ને પાણીની તરસ લાગી હતી. પણ એકે બારણું ખૂલે એમ લાગતું નહોતું. ગીરજાબાના…

error: Content is protected !!