લગ્ન પહેલાં હીરલ મનોજકુમાર ઠાકર અને હવે હીરલ અભિનય વ્યાસ. સ્ત્રી તરીકે બીજા જન્મની શરુવાત ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૦૯ એ કરી.
અભ્યાસમાં એક ‘એવરેજ’ વિધ્યાર્થિની અને અભ્યાસ કાળમાં એક શાંત અને અંતરમુખી સ્વભાવ વાળી વિધ્યાર્થિની તરીકે ગણતરી થતી. બાલમંદિરથી બારમા ધોરણ સુધીનુ શિક્ષણ ગુજરાતી માધ્યમમાં અને કોમ્યુટરમાં સ્નાતક અને અનુસ્નાતક અંગ્રેજી માધ્યમમાં. કદાચ ગુજરાતી માધ્યમના શિક્ષણને કારણે જ ગુજરાતી ભાષા સાથે નો સંબંધ જળવાઇ રહ્યો. ગુજરાતીનો તાસ ચાલતો હોય ત્યારે લગભગ પોણો ક્લાસ બગાસા ખાતો હોય ત્યારે હું “અમે એક જ ડાળના પંખી” કે પછી પન્નાલાલ પટેલની “ખરી મા” માં ડુબેલી હોઉં. કવિતાઓ કે પ્રશ્નોના જવાબ ક્યારેય ગોખવા નહોતા પડતા.
આમતો બાળક ૫ વર્ષે લખવાનુ શરુ કરે પણ મેં લખવાની (અલબત્ત કવિતા લખવાની ) શરુવાત ૧૨ વર્ષે કરી. મમ્મી એક શિક્ષિકા એટલે વેકેશનમાં દરરોજ કંઇક નવુ નવુ વાંચવા પ્રેરે. ફુલવાડી, ઝગમગ, ચંપક… વાંચવા ગમતા. રાત્રે મમ્મી પાસેથી જુદી જુદી વારતા સાંભળવા મળતી. એટલે સતત ગુજરાતી ભાષા આસપાસ ફર્યા કરતી. અને એ પરિસ્થિતિ મને લખવા તરફ લઇ ગઇ. અને શાળા દર્મ્યાન મને માર્ગદર્શન આપતા રહ્યા મારા ગુજરાતીના શિક્ષકો – ખાસ તો ભગવતભાઇ ત્રિવેદી અને કોકીલાબેન પટેલ.
વ્યવસાયે એક સોફ્ટવેર ઇંજીનીયર છું અને સાથે સાથે એક સોફ્ટ કોર્નર રહ્યો છે મારી ગુજરાતી ભાષા માટે. માઉસ ક્લિક કરતા કરતા જો કોઇ વિચાર ક્લિક થાય તો તેને કાગળ પર ઉતારી લઉ છું.
કવિતા લખવી એટલે મારા માટે ભીતરમાં કંઇક ઉગવું – ખીલવું – પ્રસરવું, અને આજથી એ પ્રક્રિયામાં દરેક વાચક જોડાય છે અને હું વાચકની સાથે.
તારી કવીતા તો ખૂબ જ સુંદર હોય છે.
તારી જેમ જ
તુ એ કવીતાઓ વેબસાઇટ પર ક્યારે મૂકે છે?
આપનો પરિચય આપની આરસી છે. લાગે છે ક એક નવિન બ્લોગ ગુજરાતી ભાષામાં અભિવૃધ્ધિ કરવા થનગની રહ્યો છે.
અભિનંદન અને આવકાર….!!
બ્લોગ પણ આપના જેવો સુંદર છે. આપ ક્યાં સ્થાયી થયા છો એ જાણવા મળે તો સારું.
તારી રચનાઓ જ તારો પરિચય છે…………..
કાવ્ય સુંદર .આનંદ્
ગુજરાતી નૅટ જગતમાં સ્વાગત…. !!
વેબસાઈટ શરૂ કરવા બદલ અને ખાસ તો નવું જીવન શરૂ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ…
આ ફોટામાં જે નદી છે, એ દમણગંગા છે?
ઓરેકલ, વીબી, એસ.ક્યુ.એલ ની દુનિયામાંથી થોડો સમય લઇ ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો આપનો લગાવ ખુબ ગમ્યો. આપના પ્રતિભાવો હું રીડગુજરાતીમાં હંમેશા વાંચું છું. રીડગુજરાતીમાના શ્રેષ્ઠ પ્રતિભાવકોમાં પણ આપનું સ્થાન છે. આશા છે કે આપ આ ક્ષેત્રમાં ખુબ ખુબ પ્રગતિ કરો.
આભાર.
તરંગ હાથી, ગાંધીનગર.
આપની કવિતાઓ સુંદર છે જો અનુમતી હોયતો ગુજરાતૉ પોર્ટલ http://www.viithii.com માં આપનૂ સ્વાગત છે.
GAMATU HOY TO GHUJE NA BHARIYE GAMATANO KARIYE GULAL
“GUJARATI KAVITA NU UJJAVAL BHAVISHYA”
ABHINANDAN
ગુજરાતી નેટ વેબ અને બ્લોગ માં આપણું સ્વાગત છે.
આપણી ક્વિતાઓ સરસ છે, સારી રજુઆત !!
બસ લખતાં રહો…ખરેખર “વાસંતીફુલ” ની જેમ આપણી વેબ ખીલે તેવી અંતર થી શુભેચ્છા.
મારા બે બ્લોગ છે, એકવાર તો જરુરથી મુલાકાત લે જો..
મુલાકાત લો અને
આપણાં અમુલ્ય સુચનો તથા અભિપ્રાયો જરુરથી મોકલશો.
૧. યુવા રોજગાર
http://yuvarojagar.gujaratiblogs.com
યુવા સમસ્યાઓ ને વાચા આપવા , યુવાનો ને નવી દિશા, નવો રાહ આપતો એક માત્ર બ્લોગ..એક યુવા આવાજ!!
૨. કલમ પ્રસાદી
http://kalamprasadi.blogspot.com
મારા સ્વરચિત કાવ્યો, ગઝલો, વાર્તાઓ, નવલિકાઓ, લેખો તથા નવલક્થા – હપ્તા સ્વરુપે વિગેરે સાથે અન્ય કવિઓ ની શેરો-શાયરી નો ગુલદસ્તો એટલે “મહેફિલ” અને જોકસ તો ખરાજ
– પ્રવિણ કે.શ્રીમાળી
Your poem is very simple & effective.
Anil
Excellant
Thank you so much
આભિનંદન સુંદર બ્લોગ અને એથીએ સુંદર કવિતાઓ માટે !
તારા નવા જીવન માટે ઘણી ઘણી શુભેચ્છાઓ.
બહુ સરસ અને સુંદર કવિતઓ
પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,
‘કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.
વાદળને આકંઠ ભેટવા દોડ્યાં સૂરજ કિરણો કે વરસાદ પડે છે,
મેઘધનુથી ભાગી છૂટ્યાં રંગ ભરેલાં હરણો કે વરસાદ પડે છે.
મૂળ વાત ડાળીને કહેવા મૂળમાંથી સમજાવે કે વરસાદ પડે છે,
નભનું પાણી દરિયાઓનાં પાણીને નવડાવે કે વરસાદ પડે છે.
છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે.
ગરમગરમ મરચાંનાં ભજિયાં લારી પર બોલાવે કે વરસાદ પડે છે,
ચટણી હો કે સોસ નહીં તો પાણી સાથે ભાવે કે વરસાદ પડે છે.
યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે,
સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.–
બહુ સરસ રચના
મારી કવિતા મુકુ છુ
પહેલા વરસાદ મા પહેલો પ્રેમ
પહેલા વરસાદ મા પહેલો પ્રેમ,
વરસે દરિયા પર નદીનો પ્રેમ,
વરસે મારા પર તારો આ પ્રેમ
ઝરમર ઝરમર વરસાદ વરસે
આ એક જ છત્રીને આપને બે,
છોડી છત્રી ને રમી યે કોઇ ગેમ,
પહેલો સ્પર્શ પહેલા વરસાદનો
પહેલો સ્પર્શ છે તારા હાથ નો
લાગ્યો કરન્ટ જાણે વીજળી નો
વિજલીતો આકાશ મા ચમકી,
તુ તો મારી બાહુ મા ચમકી,
ના કાય ભાન હવે બસ પ્રેમ,
પડ મારા પર વીજળીની જેમ,
વરસે ધરતી પર આભનો પ્રેમ,
ભલે પડે આ ધરા પર વીજળી,
પડવા ન દે પ્રેમ પર વીજળી,
વાદળોની જેમ તકરાર ન કર,
ભલે તોફાન આવે ગગનમાં,
ન આવવા દે તોફાન પ્રેમમાં,
નદીઓ છલકાય વરસાદમાં,
મારું દિલ છલકાય તારા પ્રેમમાં
ભરત સુચક
સખી તમે તો
મહેંક્યા કરો, જાણે
વાસંતીફુલ
visit my blog & leave your valuable comment pls..
http://www.aagaman.wordpress.com
સખી તમે તો
મહેક્યાં કરો જાણે
વાસંતિફુલ
visit my blog & leave your valuable comment pls….
http://www.aagaman.wordpress.com
આપનો ગુજરતી સાહિત્ય પ્રત્યે નો આટ્લો પ્રેમ જોઇ ને આપને હુઁ એક ગુજરાતી તરીકે બિરદાવુઁ છુઁ….
Just amazed. Bhavana darekne hoi pan e bhavnane samajavi, eni saathe vaato karvi ane e vaato shabdoma muki duniyane arpit karvi e kavi nu kaam.
Khub nibhavyu!!!
સરસ. આપ વિશે વાંચીને આનંદ થયો. આપ ખુબ સરસ લખો તો છો જ પરંતુ આપની બીજી એક વાત મને ખુબ ગમી એ એ છે કે રીડગુજરાતી.કોમ પર આપની દરરોજ લેખકને પ્રોત્સાહિત કરતી કમેન્ટ લગભગ દરેક લેખમાં હોય છે. આ માટે આપને ખુબ અભિનંદન.
ખરીમા વાર્તા શ્રી.ર.વ.દેસાઇ..
અને પન્નાલાલની મળેલાજીવ !
બહેના ! સુધારો માફ કર્શો ને ?
પરિચય ટુંકો પણ મુદાસર. “નવદંપતિ ને અંતરના આષિશ”
રીડગુજરાતી થી ઘણા બધાની મુલાકાતો થાય છે.આપ જીવનમાં પ્રગતિ કરો એજ શુભેક્ષા.
આભાર.
વ્રજ દવે
તમારો પરીચય વાંચી ને ઘણો આંનદ થયો.
કઈક કખવા માટે નો સારો શોખ ઘરાવો છો.
દિવ્યેશ પટેલ
http://guj.krutarth.com
http://eng.krutarth.com
http://dreams.krutarth.com
http://www.krutarth.com
તમારી કવિતા ગમી , નવી કવ્વિતા ઉમેરો . ગમશે .
http://palji.wordpress.com/
Very beautiful…!
તમતિ કવિતા સુન્દર ,સુન્દર.
http://palji.wordpress.com
નવિન્તમ બ્લોગ.
એક અદભુત અનુભવ આપના બ્લોગ દ્વવારા મહેસુસ થયો.
ગુજરાતી ભાષા ને આજ ના યુગ મા જીવન્ત રાખવા શ્રેષ્ઠ કાર્ય.
આભાર સાથે શુભાશિષ.
સ્ત્રી તરીકેના નવજન્મની શુભેચ્છાઓ..તમારું સહજીવન સખ્યજીવન બની રહે એવી નવા વરસની શુભકામના સાથે…
આંખથી મળ્યુ આમંત્રણ ને છળી પડ્યા,
જો સ્વપ્નો અચાનક કેવા ફળી પડ્યા.
ભટકતા રસ્તા મંઝીલનિ તલાશમા ને,
ચરણ તારા ઘર તરફ નીકળી પડ્યા
હુ ગૌર્વ અનુભવુ ચ્હુ કે મારા ગુજરાતિ ભાઇ બેન ગુજરતિ પ્રત્યે ખુબ જ પ્રેમ ધરાવે ચ્હે.
અશોક બરોત્
best wishes…
લગ્ન માટે અભિનંદન “વાસંતી ફુલ”
હંમેશા એવી લાગે કે આજે તો હિરલ કરતા વેલાજ readgujarati મા comments post કરુ પણ સાલ્લુ તમેતો chance જ નથી આપતા…..
કવિતા માં negative emotion વધારે છે
તમે તો “વાસંતી ફુલ” છો
A Wonderful site in Gujarati language. As a Gujarati I would congratulate both: brother and sister. it’s a matter of proud that one brother has gifted a sister such a thing that explores his sis’s feelings, views and her vision. A brother has helped in enabling the sister to show this world her મનોજગત through words. Good wishes are always with pure love:વિદ્યાની દેવી મા સરસ્વતીના હજુ પણ વધુને વધુ આશીર્વાદ હજો. Congratulation to such a brother and sister.
Sometimes I feel to write. would you like to visit: વિચારોની યાત્રા – સ્વરૂપ શબ્દોનુ.’’ http://puthakkar.wordpress.com
Nice blog …
But more of that
Nice poems …
But most of that …
Nice person..
Keep updating self.
ખુબ સુંદર આંગણું !!
મનોમંથન ના પરિણામી અમૃતો વિશેષ અનુભવ કરાવે
આપનું યોગદાન પ્રસંનીય છે
Hiral Bahen,
Aaje Prathamvaar Computer par VAASANTIFUL joyun. Saras gamyun.Kavita pratyeno prem ane te pan ek Engineer ne ? Maro ek mitra name JAYANT DESAI, emna kavy sagraho “SABAD” ane “AXARKAFE” tame joya hasej. Jayant Desai hal U.S.A. rahe chhe. Jayant Desai pan Civil Engineer chhe. Valsad mul vatan chhe. Vanchajo. Gamshe.
મોડી મોડી આજે પ્રથમવાર આ વેબસાઈટ જોઈ… ઘણો આનંદ થયો. વેબસાઈટ શરૂ કરવા માટે અને વિવાહિત જીવન માટે ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ…
હિરલ્ આજે પહેલી વાર આ પાનું ખોલ્યું. ગમ્યું, તારા વિશે વાંચવું. અને તને મારું આ કાવ્ય સમર્પિત….
હું એટલે ……..
સાવ કોરો કાગળ જોઇએ મારે
ને એમાં મારું સ્થાન, મારી દિશા
હું જ નક્કી કરું
લીટીઓ દોરી આપે કોઇ મારા રસ્તાની
એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય
મારા શબ્દોને કોઇ કહે એમ ખસવાનું
એટલું જ ઉતરવાનું કે ચડવાનું
મને મંજુર નથી
એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી
માનવી પણ જુઓને !!
એક એક અક્ષર નોખો
એક એક માનવી અનોખો
પર્વત, શિખર, નદી, ઝરણાં, તરણાં
ઇશ્વરે એને ક્યાંય લીટીઓથી બાંધ્યા નથી
હું એટલે મારામાં વહેતું ઝરણું
મારામાં ઉગતું તરણું
ને એમાંથી પ્રકટતા શબ્દો
….
લતા હિરાણી
હિરલ, ‘હું એટલે’ એ કાવ્યનું શિર્ષક છે. સાથે આવી ગયુ છે. બને તો સુધારી નાખજે.. અલગ પાડી દેજે..
લતા આંટી
Tamari Kavita vachi ne Yad avi gayu Hu pan Kavi chhu.Jajanati avi gai , tamari Site joi ne.
Carry On.
Have a Nice work,
Keep it up
Moti
everytime u said good for anything. be real. even ratilal borisagar..
ખુબજ સુન્દર
હિરલ્
વાસંતિફુલ મા આપનિ સુન્દેર રચના મનને સ્પર્શિ ગયિ……
હેમંત વૈદ્ય
ખુબ સુંદર સાઈટ બનાવી છે હિરલબેન.
આપની કવિતાઓ પણ મજાની છે.
ચિંતન ઓઝા
વાંચે ગુજરાત
‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
આપ સૌ પણ આ અભિયાન માં આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી. આપ પણ આ સંકલ્પમાં, અભિયાન માં જોડવો..આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http://rupen007.wordpress.com/
http://rupen007.blogspot.com/
http://twitter.com/rppatel1in
http://www.facebook.com/rupen007?ref=name
nice hiral,
I like your kavita “SARNAMU”. Its excellent.
But no words to say anything, god bless u.
હિરલ બહૅન,
ખુબ જ સુંદર કાવ્ય રચના છે.
મે દોઆ કરુ છુ તમે હમેંશા આવી રસાળ કવિતાઓ ની ફોરમ પ્રસરાવતા રહો.
આભાર્
હૈદર
તમે સરસ-સુંદર લખો છો. પ્રથમ વાર તમારા બ્લોગની મુલાકાત લીધી અને એક જ વારમાં બધુ વાંચી લીધું. આવું જ લખતા રહો.
હિરલબહેન,
તમારા બ્લોગમાં આજે પ્રવેશ કર્યો.
ખુબ જ આનંદ થયો,
તમારો પરિચય સુંદર રહ્યો.
-ઘનશ્યામ
https://ghanshyam69.wordpress.com
આજે પહેલી વખત આપના બ્લોગ પર આવવાનું થયું. રીડ ગુજરાતીમાં તો આપને પ્રતિભાવક અને લેખીકા એમ બંને રુપે જોયા છે અને આજે બ્લોગરના સ્વરૂપે જોઈને પણ ઘણો આનંદ થયો.
સુપ્રભાત તમરો કાવ્ય પ્રત્યેનો પ્રેમ પ્રસન્નિય ચે તમ્ને એક વાર મર્યો હતો મરિને ઘરો આનન્દ થયો હતો મર્યો ત્યારે ખબર ના હતિ કે તમે કવિયત્રિ ચો. તમરા કવ્યો ખુબજ સુન્દર ચે તમરો મિત્ર દિવ્યેશ પતેલ અમેરિકા થિ.
અદભુત્ અભિનન્દન્ , મને કેનેદા મા ગુજરાત યાદ આવિ ગયુ.
હિરલ બહેન
પેલિ વાત એ તમારિ જોડિ અતિ સુદર છે.
સ્વિટ કપલ
સ્વિટ તમારી કવિતા.
અદભુત……..
દરેક નવી શરૂઆત એક નવા જ વિશ્વના આંગણે અવતરણ સમી હોય છે.
આપના જીવનના અતિ મહત્વના તબક્કે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ સાથે ગુજરાતી બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગતમ્
ખૂબ જ સુંદર રચનાઓ. મારો બ્લોગ aniruddhsinhgohil.blogspot.com
nice poems.
my blog: aniruddhsinhgohil.blogspot.com
Nice story. story direct touch to heart.
Thanks,
G.J.Panchal
સુદર છે. તમારી કીવીતા
સુદર છે તમારા word
સુદર
સુંદર રચનાઓ.
મારો બ્લોગ જુઓઃ
http://www.aniruddhsinhgohil.blogspot.com
Sorry I am not good in typing Gujarati, so here we go in English…
I am speechless.. in today’s world rarely we found such pure and transperent charactor. I must envy your hubby… just kidding. even I am blessed with your kind of life partner. I must say you are too good poet becuase you write from your heart. also i like the design of your blog very good. just leave a message on my id. I want to learn from you becuase I am planning to make my own blog. again thanks and waiting for your message. Jay Jay Garvi Gujarat.
કોમપ્યુટર એન્જીનીયર છો આ વાત જાણીને આનંદ થયો…હું પણે એજ છું…
ગુજરાતી નૅટ જગતમાં સ્વાગત…. !!
કોમપ્યુટર એન્જીનીયર છો આ વાત જાણીને આનંદ થયો કે તમે મારી મનગમતી વ્યવસાય ના છો.
આપ ને મળવા નો મોકો મળશે તો જે હું કામ વીણેલા મોતી સાઈટ માં કરુ છું તેમાં વધુ માગદર્શન મળી રહેશે.
આપના સવાલ ની રાહ જોનાર – કૌશલ પારેખ
જય ગુજરાત.
– વીણેલા મોતી
૯૯૨૪૯૮૨૦૦૪
આપના સવાલ ની રાહ જોનાર – કૌશલ પારેખ
ને સાથે જવાબ મેળવવા માટૅ આતુર
કૌશલ પારેખ – – વીણેલા મોતી
જય ગુજરાત.
૯૯૨૪૯૮૨૦૦૪
આપ વિશે વાંચીને આનંદ થયો. આપ ખુબ સરસ લખો તો છો
આપ ને અમારા ક્રેડીલા ફાયનાન્સ ના સ્ટાફ ના પ્રણાંમ .આપની કવિતા ઓ ઘણી જ સુદર અને સરસ છે.
———–> ” જય જય ગરવી ગુજરાત્ ” ——->
ક્રેડીલા ફાયનાન્સ ના સ્ટાફ
અદભૂત !
ખરેખર ખુબ જ સરસ…..
મને તો ખાસ્સ કરીને તમારી ત્રણ રચના ખુબ ગમી……
એક તો ‘નદી’…….જાણૅ વ્યથા ની પુરી વાત કરી દીધી ચે….
બીજી ‘બાકોરૂ’ જે બે જણ ની વચ્ચે નહી પણ એક્બીજાને સમજવા માંગતા બે હૈયા વચ્ચે પડ્યુ ચે…
ને છેલ્લે ‘ગર્ભપાત’…..એક સામાજિક વેદના….
સરસ….
મારુ નામ ‘ધવલ છે…..m.b.a નો અભ્યાસ ચાલુ છે….છતાં એક ‘શોખ’ છે લખવાનો ક્યાંક ઉંડૅ ઉંડે અંતરમાં…
એક ‘સિનિયર’ તરીકે મને મદદ કરતા રહેશો તેવી અપેક્ષા સહ…..
આવજો…..
dhaval soni
9016983036
ahmedabad
માઉસ ક્લિક કરતા કરતા જો કોઇ વિચાર ક્લિક થાય તો તેને કાગળ પર ઉતારી લઉ છું.
સુંદર પરિચય…..
આપ ખુબ સરસ લખો છો
હિરલ તમારો બ્લોગ સારો લાગ્યો.. યુવાન કવિ તરિકે તમે પ્રગતિ કરો તેવિ મારિ શુભેછા…
હિરલ,
તમે ખુબ જ સરસ લખો છો. તમારી કવિતાઓ હ્રદય ને સ્પર્શ કરી જાય છે.
મારા બ્લોગ ની મુલાકાત જરુર લેજો.
– નિશિથ
નવો નવો કવિતા નો શોખ જાગ્યો..પહેલિ જ તમારિ કવિતા વાન્ચિ..ખુબ ગમિ..આમ જ લખ્તા રહેજો હિરલ..આભાર..
પહેલા વરસાદ મા પહેલો પ્રેમ
પહેલા વરસાદ મા પહેલો પ્રેમ,
વરસે દરિયા પર નદીનો પ્રેમ,
વરસે મારા પર તારો આ પ્રેમ
મને તમારા મા રસ પડે ચે.
રિડ ગુજરાતિ મા તમારુ નામ ઘણા વખત થિ જાણ્યુ હતુ. આજે પ્રથમ વાર તમારો બ્લોગ જોઇ અને તમારા વિશે જાણિ ને ઘણો આનન્દ થયો. મે મિકેનિકલ એન્જિનિયરિન્ગ મા પિ એચ ડિ કરેલ છે
Hi Hiral,
Accidently, I reached your site. Its really good.
Keep it up. God bless you.
Niraj Shah
@Niraj Sir
તમારો ખુબ-ખુબ આભાર.
very fine
namaskar…very fine
i need your help pls give me contact number
શ્રી હિરલ…….. તમારો બ્લોગ્સ જોઇ ને અતિ આનંદ થયો. ગુજરાતી ભાષા પરત્વે નો આપનો પ્રેમ જોઇ ને વિષેશ આનંદ થયો. ભગવાન સદાય આપની સહાય કરે એજ અભીલાષા સહ.
ભરત ગઢવી (બોત્સવાના – આફ્રિકા)
સર ખબ જ સરસ ! પોતાનો પરિચય ઍજ તમારી ઑળખ .
vasanti ful… khub j prerak ane sundar naam chhe…. tamara abhyaskaal ma tame maa jevi matrubhasha na taas maa dil dayee ne intrest leta , e vaat janine anhad anand thay chhe…
agar aap ni manjuri hoy to aapani ketalik kavya krutio ne maara JEEVANYATRI gujarati family magazine ma publish karva chahu chhu. waiting for reply…………manoj kheni
nice all as u looks………………!
keep it up best of luck…………!
તમારૉ આ પ્રયત્ન મને ખુબ જ ગમ્યો. હુ તમને જોઇને ખરેખ૨ ખુશ થાવ ચુ. તમે મારા મારા માતે પ્રેરના ચ્હો. બસ તમે ખુબ ખુબ લખો ને અમને પ્રેરના મલતિ રહે.
Nice blog, enjoyed.
ખૂબ સરસ.
અભિનંદન.
-અજય ઓઝા, ભાવનગર
૦૯૮૨૫૨૫૨૮૧૧
એક કોમ્પુતર એન્જિનિઅર કવિતઓ કેવિ રિતે લખિ શકે? મને તો માન્વમા નથેી આવતુ.
very nice….
hi vasantiful,
the best poems collection on web-site i’ve ever seen. ur work is great source of inspiration and motivation for emerging poets like us.
અતિ સુન્દર .. ખુબ ખુબ અભિનન્દન ..
– “સ્મિતાર્થ્”
go ahead, Gujrat and all gujaratis are proud of you.
વાસંતીફૂલ,
આપના કાવ્યો વાંચવા ગમ્યા,
ખાસ કરીને અછંદાસ કાવ્યો.
નદી,
ભળી જાય છે સાગરમાં
ને સાગરથી ઓળખાય છે
ખારાશ છે દરિયામાં
તે કંઇ નહી
નદીના આંસુ હશે!!!
આ કાવ્ય ખાસ કરીને ખુબ ગમ્યુ.
આમ જ લખતા રહો એવી શુભેચ્છા
કોમલ
http://ajvaduu.wordpress.com/
mane yad 6 tya sudhi me gujarati kavita0 ane story chhelle 10 ma standrd ma vanchi hati.mech eng. study karta karta hu gujarati j bhooli gayo hato.google images par mitro na nam search marta marta 1 sundar photo joyo.jena pa click karta aa gujarati khajano jadi gayo.net par aa rite guj. sahitya pan mali rahe 6 te aaje khabar padi.khare khar afsos thaya k aa vat ni khoob mode khabar padi.pan j thayu te thayu.kadach mara proffession ne karane hu tamari kavitao regular na pan vanchi saku pan jo tame mari aa comment vanchi hoy to reply jaroor karjo. mara mota ben pan tamari jevaj 6.aaje ghana samay pa6i koi lady ne maa ni jem aadar aapvanu man thayu.aaj ni generation ne pan isvar tamarijeva vicharo aape…..dhanyavad devi……jay jay garvi gujarat.tamara reply ni vat jou 6u.9909902278 num. par matra 1 sms kari dejo vasantiful lakhine……
આપ ના જેવા ગુજરાતી સાહિત્ય કર સોફ્ટવેર એન્જીનીર હોય એટલે આટલું સરસ ગુજરાતી સાહિત્ય નેટ પર મળી શકે
આભાર
આ મરેલાઓની વસ્તીમા કોઇ જીવીતને શોધતો હતો
તમે મળ્યાને મનમાં થયુ ચલો કોઇતો છે મારા જેવુ….
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે…….!!!!!!!!!
બહુ સરસ્…….
હિરલબેન વેબપેજ પર જ્ઞાન ઉતરી આવે ને કોઈક તેમાં સંવેદના મૂકી દે…બહુ સરસ તમે લખો છો..!!
કવિતા લખવી એટલે મારા માટે ભીતરમાં કંઇક ઉગવું – ખીલવું – પ્રસરવું, અને આજથી એ પ્રક્રિયામાં દરેક વાચક જોડાય છે અને હું વાચકની સાથે.
વાહ………………………….
so nice@
આજે પહેલી વખત તમારો બ્લોગ જોયો. મજાનો છે. કવિતાઓ પણ સરસ છે.
મઝા આવી ગઇ…..!!!
ખુબ સુંદર પરિચય આપે લખ્યો છે.ગુજરાતી સાહિત્યમાં આપ વધુને વધુ આગળ વધો………..એવી શુભેચ્છાઓ સાથે……
ખુબ સુંદર સાઈટ બનાવી છે હિરલબેન. સુંદર પરિચય આપે લખ્યો છે.ગુજરાતી સાહિત્યમાં આપ વધુને વધુ આગળ વધો………..એવી શુભેચ્છાઓ
i like your peoms,,
Thanks
krushnavadan acharya
આપનો ગુજરતી સાહિત્ય પ્રત્યે નો આટ્લો પ્રેમ જોઇ ને આપને હુઁ એક ગુજરાતી તરીકે બિરદાવુઁ છુઁ
ખુબ સરસ્
અદ્ભુત રચનાઓ…
Nice journey